Bindaz Bol - Ep 65 - લોકડાઉનનો મહિમા! - Lockdown no Mahima! - Gujarati Poem

Bindaz Bol with Arpita Bhatt

Categorías:

લોકડાઉનનો મહિમા!!! ઘરમાં કાંઈ ખૂટતું નથી, કોઈ વહેલું ઉઠતું નથી નાસ્તા નાં ટેબલ પર, થાય છે વાતોનાં વડા.. પરવારીને જલ્દી હવે, નહાવાનું સૂઝતું નથી ઘરમાં કાંઈ ખૂટતું નથી,કોઈ વહેલું ઉઠતું નથી ઝાડુપોતાંની થઈગઈ છે આદત ને ચોખ્ખુંચણાક હવે લાગે છે ઘર કોઈપણ ક્યાંય કશું આડુંઅવળું મૂકતું નથી ગરમ ગરમ જમવાનું, ને પ્રેમ ભર્યો આગ્રહ.. !વધારે ખાઈને, આફરો ચડાવી, બપોરે સુવાનું કોઈ ચૂકતું નથી ઘરમાં જ થઈ જાય છે, મિજબાની સાંજે પણ એનાં ફોટાો સ્ટેટસ ફેસબુક કે વોટ્સ-એપ પર હવે કોઈ મૂકતું નથી હોટલમાં ડિનર,પાર્ટી ને પબ,થીએટર-પોપકોર્ન નાં ખર્ચા ગાયબ. ઘરનું ખાવાનું ને ઘરનું ટીવી હવે કોઈપણ કશા માટે ઝૂરતું નથી હવે પાછુ જવાનું જો આવશે ઓફિસ તો શીખવું પડશે બધું નવેસર થી મનની શાંતિ ને પરિવાર નો પ્રેમ હવે પૈસા પાછળ છોડ, ઝૂરવું નથી આખી દુનિયા જાણે વસી છે ઘરમાં ખોટેખોટી આ દુનિયાની હોડમાં જીવતેજીવત, જા મરવું નથી હવે પૈસા પાછળ છોડ, ઝૂરવું નથી